શીર્ષકઃ નીંદર
આલીશાન ઈમારત ચણાય રહી હતી.પાંચ કરોડનો પ્રોજેક્ટ હતો.બધા જ મજૂરો હોંશેહોંશે કામ કરી રહયાં હતાં. બપોરનો સમય થતાં જ સૌ પોતપોતાનું ટિફિન જમી, પાણી પીધા પછી ઓડકાર ખાઈ આડે પડખે થયા હતા.
બપોરના ત્રણ વાગ્યા. કોન્ટ્રાકટરને જરાય શાંતી નહોતી.આવતાવેત મજૂરો પર બરાડી ઊઠ્યો, 'અરે, સાલાઓ ઊઠો.કામે વળગો,તમને બપોર વચાળેય નીંદર આવે છે! કામ માટે તો મારા હું મારા છોકરાંવનેય ટાઈમ નથી આપી શકતો .મને તો રાતેય નીંદર નથી આવતી, ને તમે તો..'
આ સાંભળતાં જ એક મજૂર બોલી જવાયું,
' શેઠજી ,અમને તો બે ટંકનું ખાવાનું મળી જાય અને આ અમારી નાનક્ડી ટબુડીને નવું ફ્રોક અને સરસ મજાની બંગડીઓ અપાવી શકીયે એટલે ભયોભયો. અમારે મન આ બધી ખોટી હાયહોય નકામી. અમારે તો નિરાંતનો રોટલો અને મીઠી નીંદર એ જ અમારી ખુશી, ને એજ અમારો આંનદ'.