એપિસોડ-1
રૂંવાડા ઊભા થઈ જાય છે એ ખૌફનાક રાત ની વાત નો ઉલ્લેખ કરવાનો થાય છે રવિવાર ની એ રાત ની કે જ્યારે હું, નાના છોકરા ની જેમ મસ્તી કરતી ૧૯ વર્ષીય બેબી ડોલ જેવી કે જેના ગાલ ના ગુલાબી ખાડા આઈ મીન ડીમ્પલ જોઈ ને આપણા ગુજરાતી છોકરાઓ તો કદાચ પાંચ મિનિટે તેના ડીમ્પલ માથી જ બહાર આવે તેવી રૂપાડી ઈસાબેલ અને તેના ત્રણ મિત્રો કે જેમાં ૨૨ વર્ષીય ૬ ફૂટ ૩ ઇંચ હાઈટેડ અને મસ્ક્યુલર બોડી મેન જુલિયેન, આકાશી કલર ના પાણી જેવી આંખો, ભૂખરા વાળ અને તલ જેવી સ્કીન વાળી તેની ગર્લફ્રેડ લીચી અને શાંત નિખાલસ છતાં ખૂબ જ દેખાવડી અને પાણી જેવી ક્રિસ્ટલ આંખો અને મખમલી યૌવન વાળી ક્લેરિસા એક જ કાર માં વડોદરા થી ૬૦ કિલોમીટર દૂર પાવાગઢ દર્શન કરી રાત્રે પંચમહાલ માં આગળ ને આગળ જઇ રહ્યા હતા. દિવસે પણ સુમસાન એવા પંચમહાલ ના રસ્તાઓ પર સાંજ ના ૫:૩૦ વાગે પણ આસ પાસ માત્ર ખાખરા ના પાન નો જ અવાજ આવતો હતો આજુ બાજુ માં જ્યાં નજર પડે ત્યાં ઊંચા ને ઊંચા પથ્થરોની શિલાઓ જ જોવા મળતી હતી. અમે રાત્રે આ વિસ્તાર માં આગળ ને આગળ વધી રહ્યા હતા અંધારિયા ની એ ડરામણી રાતો અને ઈસાબેલ, જુલિયેન, લીચી અને ક્લેરિસા કોઈ ખુલા પર્વત પર ટેન્ટ બાંધી ને નાઈટ હોલ્ટ.. થોડા આગળ ગયા ને ત્યાં દૂર દૂર દિવડા સળગતા જોવા મળતા હતા. અમને એમ હતું કે અહિયાં કોઈ ગામ છે અને કદાચ ગામ ની નજીક કોઈ પર્વતીય સ્થળ પર ટેન્ટ બાંધી ને અમે નાઈટ હોલ્ટ કરી લઈશું. દિવડાઓ દેખાતું ગામ કેટલાક કિલોમીટર દૂર હતું પરંતુ અમે જે દિશા માં ગાડી માં આગડ વધી રહ્યા હતા ત્યાં આદિવાસી ગીતો અને વાદ્યો વાગતા હોય તેવો અવાજ ધીરો વધારે એવા પ્રમાણ માં સતત સાંભડાવનો શરૂ થયો હતો પણ ત્યાં થી એક કલાકે પણ અમને કોઈ જ ગામ મળ્યું નહીં. માટે અમે ડ્રાઈવર ને કહ્યું કે આ ગામ દેખાઈ રહ્યું છે તે આગળ રોડ પર નહીં આવે તો તમે ગાડી આ જંગલ ના રસ્તે મેદાન માં ઉતારી દો કદાચ કાચા રસ્તા પર થી વહેલું પહોચી જવાશે. ત્રણ થી ચાર કિલોમીટર કાચા રોડ પર આગળ ચાલ્યા પછી અમને માત્ર ગાડી ની લાઇટ નો પ્રકાશ જ દેખાતો હતો અંધારિયા ની રાત માં ના તો પાછળ કાઇ દેખાતું હતું કે ના પ્રકાશ થી આગળ કાઇ દેખાતું હતું. કાચા રસ્તા પર ચાલી ચાલી ને ગાડી પણ જવાબ આપી રહી હતી માટે ગાડી રોકી અમે લોકો નીચે ઉતર્યા. સતત ૩ કલાક ગાડી માં બેસી ને એક બીજા ખૂબ જ કંટાડી ગયા હતા એટલે અંધારમાં આમ તેમ ફ્રેશ થવા ગયા. ગાડી ની લાઇટ ચાલુ જ રાખી હતી ને ગાડી એકદમ ઘનઘોર જંગલ ના અંધારા માં ઊભી હતી. અને થોડી વાર માં ગાડી ફરી ચાલુ કરી અમે ગાડી માં બેસવા જઇ રહ્યા હતા એવા માં જ બાજુ માં ઈસાબેલ છે તેમ સમજી મે કોઈ નો હાથ પકડ્યો અને પછી.. ગાડી ના અજવાડા માં આવ્યા કે તરત જ અમારા સૌ ના માથા પર થી નદીઓ ની જેમ પરસેવો છૂટી રહ્યો હતો રૂંવાડા ઊભા થઈ ગયા હતા અને ડર કે મોત નો ડર શું કહેવાય તે અનુભવી રહ્યા હતા. અંધારમાં મે એનો હાથ પકડી રાખ્યો હતો પણ પછી..