પ્રેમ તમારો પરપોટા જેવો,
ઘડીમાં ઉદભવે ઘડી મા વિલીન,
વાતો તમારી મૃગજળ જેવી,
ઘડી સત્ય હોય ઘડી કાલ્પનિક,
લાગણી તમારી વાદળ જેવી,
ઘડી અહીં વરસે ઘડી તહીં વરસે,
સંબંધ તમારો અટારી જેવો,
ઘડી ઉપર લાવે ઘડી નીચે પછાડે,
વાતો તમારી અગન જેવી,
ઘડી તાપણું આપે ઘડી જલન જગાવે,
અસ્તિત્વ તમારું પવન જેવું,
ઘડી શાંત હોય ઘડી વંટોળ જગાવે...