હું જ્યારે નાનો હતો ત્યારે મને જાત જાતના વિચાર આવે કે જ્યારે હું એકલો મારા ઘરની અગાસીમાં બેઠો હોય....
વિચાર એવા આવે કે આવી ગમે તેમ જીદગી જીવવી તેના કરતાં સંત સાધુ બનીને જીદગી જીવવી સારી,
જેથી આ સંસારની કોઈ મોહ માયા લાગે નહિ,પણ એમજ સંત સાધુ ના બનાય થોડુક તેના વિશે જ્ઞાન પણ હોવું જરૂરી છે.
આવા વિચારોની સાથે ઘરના સભ્યો પણ એક વાર યાદ આવી જતા કે માનોકે હું કોઈ સંત સાધુ બની જાઉં તો પછી મારા ઘરવાડાનું કોણ!
તેમનો ટેકો કોણ બનશે! તેમણે મદદરૂપ કોણ થશે! તે બધાનો ટેકો માત્ર ને માત્ર હું જ હતો.
તેમની આવી પરિસ્થિતિમાં આમ કેમ મૂકીને મારાથી ચાલ્યા જવાય!
મન કહેતું નહિ નહિ ખરેખર તારા આ વિચારો યોગ્ય નથી જ.
બસ એ માબાપના વિચારોને મે ધ્યાનમાં રાખીને પછી ચોખ્ખા સંસારી બનવાનું નક્કી કર્યું.
આ વિચારો ઘણા જૂના હતા ને આજ હું કોઈનો પપ્પા, કોઈનો પતિ, કોઈનો જમાઈ છું...સાથે ફૂલ જેવા નાના બે બાળકો પણ છે.
જો એ દિવસોમાં મારો વિચાર ના બદલ્યો હોત તો આજે હું સંત મોરારિબાપુ..રમેશ ઓઝા..પછી કદાચ ત્રીજો નંબર મારો હોત,
સંત હર્ષદરાય મહારાજ..હા.હા.હા.