એક સાંધ્યે તેર તૂટે છે , ક્યાં નવું થીંગળુ ફરી સંધાય છે ...?
હું ગણતરી તારલાની ક્યાં કરું ..,એક તો એ રોજ ખરતો જાય છે ...
રોજ ખિસ્સામાં રહે ગાંધી છતાં ..સત્યવાદી કોણ અહીયા થાય છે ...?
ટેરવાં જો કાન દઈને સાંભળો ..તો ટકોરા દ્ધારના સંભળાય છે ...
એ કહે છે ચાંદ જોઈએ મારે ..ચાંદ જેની ચાંદનીમાં ન્હાય છે ...
ફૂલ ને ચૂંટી ગયાનો ગુનો ...નામ ત્યાં પ્રત્યક્ષ નું બોલાય છે ..