# Kavyotsv
*હૈયે ઉમંગ જાગે*
અંજન કરો આંખે,ને પહેરો કુંડળ કાને,
તમે કેશ ગુંથો, ને હૈયે ઉમંગ જાગે.
દાડમ કળી સમ હોઠ મલકે,પડે ખંજન ગાલે,
તમે રણકાવો કંગન, ને હૈયે ઉમંગ જાગે.
જાગો તમે,તો પડે સવાર,ને સૂવો તો રાત,
તમે આળસ મરડો, ને હૈયે ઉમંગ જાગે.
મુખડું તમારું મલકે, ને ઊગે પૂનમનો ચાંદ,
તમે હસી પડો, ને હૈયે ઉમંગ જાગે.
તાર ઝણઝણે હ્રદયનાં,ને મનમાં મલકાટ,
તમે અંગ મરડો, ને હૈયે ઉમંગ જાગે.
ચટકતી ચાલ તમે ચાલો,જાણે ઢળકંતી ઢેલ
તમે પગલાં માંડો, ને હૈયે ઉમંગ જાગે.
ઉરનો ઉભાર કરો એવો,જાણે ધડકનનો ઢગલો,
તમે તિરછૂં જૂવો, ને હૈયે ઉમંગ જાગે.
તમારા રુપથી અંજાઈ,હું થૈ ગ્યો છું કાન,
તમે રાધા બનો, ને હૈયે ઉમંગ જાગે.
********