#kavyotsav
પ્રભાતે પુરુષોત્તમ ને ,મધ્યાહનમાં માધવ,
સંધ્યા એ શ્યામ ને ,રજનીમાં રાઘવ.
મનમાં છે મુરલીધર ને ,તનમાં છે તારણહાર,
કૃષ્ણ તો કરી જાય છે ,આત્મીયતાથી વિહાર.
એણે તો મૂક્યા છે રસ્તા બધા ખુલ્લા,પણ,
એની પાસે જવા ,પડી જઈએ છીએ આપણે ભૂલા.
હૃદય એની દેન છે, તો એમાં તેનું વસવું ફરજિયાત છે,
છતાં પણ આપણે તેના માટે જગ્યા રાખી મરજિયાત છે.
મોહ,માયા, ઈર્ષ્યા,દંભ,લોભ, ક્રોધ,અહંકાર,
બધાથી રહે પર એવા છે આપણા પાલનહાર.
દેહ ને સક્રિય રાખે, રક્તને અવિરત વહાવે,
ક્યાંય જોઈ છે આવી રચના?તો કરીને બતાવે.
જાણે છે બધા,ઈશ્વર થી કોઈ જુદુ નથી,
છતાંય આ ટેકનોલજીની દુનિયામા કોઈ માનતું નથી.
એક એજ એવું તત્વ છે ,જે છે સમગ્ર બ્રહ્માંડ માં ,
બાકી તો એ રહે માત્ર આપણી કલ્પનામાં.
રૂબરૂ આવી ને જો, એ આપણ ને મળે,
તો એ વાત આપણને ,ઉતરે ન ગળે.
મોહ માયા ની જંજાળમાં ફસાયા છીએ એવા ,
કે ઈશ્વર પોતે કહે હું આવ્યો તારા માટે,તો આપણે ઊભા
ન રહીએ ભેટવા.
વિશ્વાસ રાખવો એના પર ,ક્યારેય એ ડૂબવા નહી દે,
એ દેહમાં આત્મા બની ને વાસ કરે ,એ વાત મનને
પ્રફૂલિત કરીદે.
અત્ર તત્ર સર્વત્ર બધે જ છે પરમાત્મા,
એને જોવા નિર્મળ રાખવો પડશે આત્મા.