પોતાના કર્મનું ફળ... નાનકડી સ્ટોરી.... એકવાર ઓફિસમાં બોસ એ ગુસ્સો કરીને એમના જ ઓફિસમાં કામ કરતા મેનેજર અવની મેડમ પર ગુસ્સો કર્યો... મેનેજર અવની મેડમે રિસેપ્શનિસ્ટ માધવી પર ગુસ્સો ઉતાર્યો..માધવી એ ત્યાં કામ કરતા પટાવાળા ભાઈ દાદુ જી પર ગુસ્સો ઉતાર્યો...દાદુજીએ એ ગુસ્સો પોતાના ઘરે જઈને એમની પત્ની પર ઉતાર્યો... અને જમ્યા પણ કકલતા કકલતા... હવે વધેલું ખાવાનું દાદુ જીના પત્ની એ ગલીના કુતરાં ને બહાર થાળીમાં થાલવી આપ્યું પણ એ કુતરાં એ તે ખાવાનું ન ખાધું અને સુંઘીને ચાલવા લાગ્યું ત્યારે દાદુજી ના પત્નીને ગુસ્સો આવ્યો ને એ ગુસ્સો કુતરાં પર થાલવ્યો અને કુતરાંને માર્યું...એ કુતરું ગુસ્સામાં ને ગુસ્સામાં ભાગી ગયું અને એક વ્યક્તિને કરડી બેઠું... અને એ વ્યક્તિ હતો ઓફિસનો બોસ...હા હા હા હા ...બોસ બોલ્યો કુતરાં ને મેં તારું શું બગાડ્યું તે મને જ કરડ્યું ??? ...બોસને ખબર પણ ના પડી કે મારાં જ કર્મ ના પરિણામે મને ફળ મળ્યું...હા હા હા ... સૃષ્ટિ માં આવું જ છે આપણે કરેલાં કર્મો નું ફળ જ આપણને મળતું હોય છે પણ આપણને સમજાતું નથી ...જેના જેવા કર્મો એનું એવું ફળ ...