#kavyotsav
પાનખર સાથે પ્રેમ
વસંત છે સોહામણી, રંગબેરંગી બેફીકર સન્નારી,
પણ આ રૂપરંગ ઉડી જશે એક દિવસ,
આ આકર્ષણ મટી જશે એક દિવસ,
પણ વસંત તો છે યુવાની ના જોશ માં,
ભમરાઓ થી ઘેરાય, લલચાય, ભરમાય,
ખીલી ઉઠે છે રોજ બસ બે પળ ની પ્રશંશા પામવા,
ના, આ અત્મ્શાલ્ઘા બસ બે ઘડી નું સુખ છે,
મને તો બસ પાનખર સાથે પ્રેમ છે.
વર્ષા તો છે તોફાની છોકરી, ક્ષણભંગુર છે એની જિંદગી,
એ પોતાનો પ્રેમ વર્ષાવતી જશે, એ તો બસ મન મરજી થી નાચતી જશે,
વર્ષા ને પ્રેમ છે જંગલો થી, નદીઓ થી, પહાડો થી,
એને પ્રેમ છે ઘૂઘવતા દરિયા થી અને ઘોંઘાટીયા શહેર થી.
એ તો અરણ્ય ઉપર પણ એટલી જ પ્રીત થી વર્ષે છે,
જેટલું એ પ્રેમ સરોવર ને કરે છે.
ના, મારે નથી જોઈતો ટુકડા માં કોઈ નો પ્રેમ,
એ તો ક્યારેક રિસાય જશે, વર્ષી પડશે કે ખોવાય જશે,
લાગણીઓ ની સ્પર્ધા માં સમય હારી જશે.
મને તો વાહલું છે પાનખર અને એની સાથે નો એક એક પળ,
મને ગમે છે એ પર્ણ ની જીજાવીષા, ખરી ને પણ તેમાં સમાવા ની,
એ ઠંડી માં કોઈક ની હૂફ શોધવાની, સુકાયેલા હોઠો ને ભીંજવવા ની,
મને ગમે છે ખરતા પાંદડા અને ભગ્ન હર્દય એ મક્કમ ઉભેલા ઝાડવા.