#કાવ્યોત્સવ ...
પ્રેમ લાગણી સંબંધ...
ખારા સાગરના ઉછાળા મારતા મોજા નથી બનવું મારે...
મીઠા નદીના ખળખળ વહેતા નીર બનવું છે મારે...
શિકારી બાજ પક્ષી બની ઊંચે નીલ નભમાં ઉડવું નથી મારે...
શાંતિપ્રિય કબૂતર બની ધરતી પર જ માળા ગૂંથવા મારે...
તોફાની સમીર બની વિનાશ નોતરવો નથી મારે...
શીતળ વાયરો બની ટાઢક આપવી છે સૌને મારે...
અંધકાર બની વિચારોની નકારાત્મકતા નથી બનવું મારે...
પ્રકાશ બની સદવિચારોની પહેલ કરવી છે મારે...
અસત્ય વાણી બોલી ધન કમાવવું નથી મારે...
સત્વચનો બોલી મફત માં વેચાઈ જવું છે મારે...
મોટા બની મોટાઈ માં મરવું નથી મારે...
નાના જ રહી નાદાની માં જીવી જવું છે મારે...
આસ્તિક બની અંધશ્રધ્ધાળુ નથી બનવું મારે...
નાસ્તિક જ રહી ખુદમાંજ પરમાત્માને પામવા મારે...
સ્ત્રી છું સ્ત્રી જ બની રેહવું છે અનેક જીવને જન્મ આપવા મારે...
પુરુષ સમોવડી બની ખુદ ને નીચી આંકવી નથી મારે...
શેતાન બની આ પૃથ્વીને નરક નથી બનાવવી મારે...
માણસ છું માણસ રહી પૃથ્વીને જ સ્વર્ગ બનાવવું મારે...
#સાંઈ સુમિરન...