એક કલ્પના માત્ર..
આજે રાત્રે ઉંઘ નહોતી આવતી અેટલે થયું કે લાવ કંઈક લખી નાખું.. ^o^ ^o^
અેક પ્રેમી નો અેની પ્રેમિકા ને પત્ર.. :)
@ગાંડી માફ કરજે મને કારણ કે.. તેં તારા છેલ્લા પત્ર માં એક વચન માંગ્યું હતું .. કે તું આ પત્ર વાંચીને પછી ક્યારેય મારો સંપર્ક ના કરતો એમ બરાબર..? અને અે વચન હું પાળી ના શક્યો.. :(
પણ @ગાંડી હું આજે પોતાની જાતને રોકી ના શક્યો કારણ કે મને આજે ખબર પડી કે તું થોડા દિવસ પહેલાં જ ધ્રુસકે ને ધ્રુસકે રડી હતી.. અને આજે ત્રીજી વાર મને આવું જાણવા મળ્યું છે.. પ્રથમ બે વાર તો વચન પાળી શક્યો પણ ત્રીજી વાર ન રહેવાયુ થઇ શકે તો મને માફ કરજે..
એક વાત કવ ઘણાં પ્રેમી પ્રેમમાં હોય તો સાથે જીવવાનાં અને મરવાના વચનો આપે..
પણ @ગાંડી આપણા વચનો તો બીજાઓ થી અલગ હતાં યાર..
કે કંઈ પણ થઈ જાય આપણે ક્યારેય દુઃખી નહીં થશું કદાચ એક બીજાથી દુર થવું પડે ને તો પણ બરાબર..? એવું તે જ મને કહ્યું હતું..
તેં તારુ જ વચન ત્રણ વાર તોડ્યું છે હું આજે પહેલીવાર તોડી રહ્યો છું આ પત્ર લખીને..
આપણે અેક બીજાને આઝાદી તો આપી જ હતી.. પણ સાથે સાથે વચનો પણ આપ્યાં હતા કે ક્યારેય એક બીજાનો સાથ નહીં છોડિયે..
મને ખબર છે કે આપણી વાતો નથી થતી પણ બન્ને જણાં અેક બીજાની પળે પળ ની ખબર તો રાખીયે જ છીયે.. :)
તને ખબર ને કે આપણે અેક બીજાને દુઃખી નથી જોઈ શકવાના તો શું કામ રડે છે @ગાંડી?? એક સમય હતો કે તે જ મને કહ્યું હતું કે રડવાથી કશું જ ના થાય @ગાંડા અેની માટે તો લડવું જ પડે.. અને આજે એજ વાત મારે તને કરવી પડે છે..
અેક વાત કવ..? મેં જે @ગાંડી ને પ્રેમ કર્યો હતો ને અે તો બવજ સ્ટ્રોંગ હતી યાર.. મેં એને ક્યારેય રડતા જોઈ જ નથી.. થાય તો શોધી લેજે મારી @ગાંડી ને.. :)
તારી અરસ પરસ મસ્ત મજાના મિત્રો છે.. એમની સાથે વાતો કર કોઈને કોઈ સોલ્યુશન તો આપશે જ.. અવે આ રીતે રડવા થી કશું જ ના થાય બસ શાંત થઈ જા @ગાંડી.. સાથે સાથે ભગવાન પર અતુટ શ્રધ્ધા રાખ.. :)
આજે પહેલીવાર બવ જ ગંભીર વાતો કરી નહીં તારા આ @ગાંડાએ બાકી તો ગાંડા કાઢવા માંથી જ ઉંચો નથી આવતો.. ^o^ ^o^
બસ અેક જ વાત કહીશ પહેલાં જે કહેતો અે કે જ્યાં પણ રહે બસ તું ખુશ રહે @ગાંંડી.. :)
@ગાંડો.. :)