#Kavyotsav સદીઓથી સૂતેલી પાંપણો એમ જ ખૂલી જાય,સવારનો તારો પહેલો સ્વર જો એકવાર મળી જાય !હજારો નશા બસ પાણી જ બની જાય,મારી આંખોને તારી ઝલક જો એકવાર મળી જાય !મૃત્યુને પણ પાછું ફરવું પડે હૃદયના ઉંબરેથી જ,મારી ધડકન જો નામ તારુ એકવાર કહી જાય !તરસતી આત્માને પણ બસ મોક્ષ મળી જાય,કોઇ જન્મે જો સંગાથ તારો એકવાર મળી જાય !