વાદળ નાં વ્હાલ થી ઉઠેલી મીઠી આ સવાર
ઘડીક આરામ ચઢેલી હળવી આ બપોર
સમી સાંજે હાશ કરી નેં બેઠેલી એ પળવાર
ઝબકતા તારા માં શરમાઈ ગયેલી જાણે કુંવારી આ રાત
શીદ ને પુછુ કંઈ પણ મારા માધવનેં આજ
શું ધાર્યું છે તે મારેં માટે આજ
શું હમણાં જ આવે છે તું ભરવા મુજ નેં બાથ
આવનેં મારાં વ્હાલાં હું જોઉં છું તારી વાટ
મસ્તી બહું થઈ ગઈ વ્હાલાં હવેં લગાડે છે કેમ આટલી વાર?
*મીસ મીરાં..*