સવારની મીઠી પરોઢના જ્યારે તું તારી ગુલાબની પાંખડી જેવી આંખો ને તારા સુવાળા હાથ થી મલમલે છે. અને પછી તારા દરેક અંગ ને મરોડી ને આળસ ને પોતાનાથી છૂટી કરી ને પારણાં માંથી પોતે બહાર નીકળી જ્યારે તું મને છાતી સરસો ચાંપી લે છે ને દીકરા, ત્યારે મને બાળ કૃષ્ણ મળ્યાનો આનંદ ચરમસીમાએ પહોચી જાય છે.જે એક 'મા'જ અનુભવી શકે.