કોઇ મિત્રતાને અધિકારોની.....અપેક્ષાઓની સીમારેખામાં મુશ્કેટાટ બાંધીને રાખવા માંગતા હોય છે.
તો વળી કોઇ એને મોરપીંછ જેવી હળવી ફુલ રાખવા માંગતા હોય છે.
જેવી જેની મતિ..
સાચી મિત્રતા કે સાચો મિત્ર શોધવા માટે તમારે કંઇ કોલંબસ બનવાની જરુર જ નથી.
કારણ એ તો ગમે ત્યારે ગમે તેની સાથે થઇ શકે.