એક વાર મારા ફોઇની સસરી માથી મહેમાન અમારા ગામડે આવ્યા હતા ત્યારે હુ ૨-૩ માં ભણતો હોઇશ... ઘરે મહેમાન આવે એટલે ભોજન માં નવીન વાનગીઓ બને અને મેહમાન આવે એટલે ઘર હર્યુ ભર્યું લાગે... અને આપણા સમાજ ના પાછા વ્યવહાર હોય... એટલે આપણે નાના એટલે બૌ કય ખબર ના પડે રૂપિયા આપે એટલે લઈ લેવાના... વડીલો પાછા કહે પણ ખરા ના લેવાય... પાછા આપી દો...અને આપડે પાછા કહ્યાગરા એટલે પાછા આપી પણ દઇએ... કેમ કે ખબરજ હોય કે પાછા આપશે જ... આમ આપવા લેવાના વ્યવહારો બન્ને બાજુ એથી થાય... મને ફોઇના સસરા એ ₹ ૫ આપ્યા હતા... મહેમાને વિદાય લીધી...
અમારા બે ઘર .. એક ગામના પાદરે (નવીનગરી માં)પપ્પા ના કાકા નુ ઘર અને ગામની અંદર અમારુ ઘર....
હુ નવી નગરી માથી નીકળ્યો ખીસુ થોડું ભારે લાગતું હતુ.. એટલે રસ્તા મા આવતા દાજીના ગલ્લે થી નાની ખાટી-મીઠી ગોળીઓ ખરીદી (આશરે ૨૫ પૈસાની ૮)... આથેલા બોર (આશરે ૨૫ ની ૧ થેલી),ટેસ્ટી... ભુંગળા... ઇનામો... ગળ્યા પેડા... ચણીબોર... જેવું અનેક ખરીદી ભાઇબંધો સાથે મજા કરતા એક ભાઇબંધ ની મમ્મી જોઇ ગયા... આથી એ ગયા સીધા મારા ઘરે અને મારા દાદા ને કીધું... 'ડાહ્યાકાકા તમારો ભૂરીયો તો બૌ પૈસા વાપરે છે... બધી વિગતવાર વાત કરી' એતો નીકળી ગયા પછી હું ખીસ્સુ ખાલી કર્યા પછી ઘરે પહોચ્યો એટલે દાદાએ મને બોલાવ્યો તને ફોઇના સસરા ₹ ૫ આપ્યા હતા એ ક્યાં ગયા? હું ગુચવાયો એટલે ગભરાઈ ને ખોટું કીધું કે બો (પપ્પા ના કાકી) ને આપ્યા છે... દાદા હતા શીક્ષક.... દાદા ગયા નવી નગરી માં... બો ને પૂછ્યું 'આનંદી ભૂરીયો તને ₹ ૫ આપી ગયો છે' એટલે બો એ ના કહ્યું... પછી દાદા એ બધી વાત કરી ઘરે આવ્યા.... હું ઘરમાં હતો નહિ... રમવા ગયો હતો....મને બોલાવ્યો ... બહાર ફળીયા માં બધાની દેખતા ઓટલે અંગૂઠા પકડાવ્યા... અને એમના ભારે હાથે બૈડા ઉપર ખૂબ ફટકાર્યો.... તું જુઠું કેમ બોલ્યો... સાચું કેહવુ જોઈએ ને... બૈડા ઉપર સોડ પડી ગયા હતા ... હું તો રડતો રહ્યો પણ કોઇ ની પણ હીમ્મત ના ચાલે કે વચ્ચે પડી મને બચાવે....
પછી તો શાળા માથી છુટી ને સીધ્ધા નવીનગરી માં જતો અને બો મને માલિશ કરી આપતી... કારણકે બૈડા ઉપર દાદાના ભારે આંગળાઓ ઉપશી આવ્યા હતા .... આખી જીંદગી ₹ ૫ ના લીધે ખાધેલો માર નહી ભૂલી શકું....