મીઠા સંભારણા
ઉત્તર ગુજરાત નામેઘાણી એવાં લેખક શ્રી મફત રણેલાકર ની એક યાદગાર મુલાકાત તેઓના ઘણા પુસ્તકો વાંચેલા પણ કોઈ વાર મુલાકાત નહીં થયેલી આ
વખતે તેમની મુલાકાત કરવીજ તેવું વિચારી ને અમે નિકળી
પડ્યા હતા. ચેતનસિંહ ઝાલા ગુંજાલા , વિષ્ણુસિંહ ચાવડા
પેથાપુર , મહેશ ઠાકોર નુંગર મોઢેરા સૂર્યમંદિર મુલાકાત વખતે રસ્તામાં આવતા રણેલા ગામમાં લેખક શ્રી ના ઘરે મુલાકાત લિધી તેઓની સાથે લોકસાહિત્ય વાતો કરી હતી તેઓએ ખુબ વિનમ્રતા થી પોતાના પંથકમાં બનેલી વિરતા ભરેલી વાતો સુરાઓના પાળિયા વિશે અને સતીયોની વાતો તેમજ સંતો ની વાતો જણાવી હતી ખુબ ખુબ આભાર લેખક શ્રી નો
મફત રણેલાકર
લેખક શ્રી મફત રણેલાકર નો જન્મ રણેલા ગામમાં (તા.બેચરાજી.જિ.મહેસાણા) તા.૧/૫/૧૯૪૭ ના રોજ
થયો હતો.તેમનુ મૂળ નામ મફાભાઈ ચેલાભાઈ રબારી
તેઓ દૂધ સાગર ડેરી મહેસાણા માથી નિવૃત્ત થઈ હાલમાં
પોતાના ગામ રણેલામા ખેતીનો વ્યવસાય કરે છે.તેઓને
ઉત્તર ગુજરાત ના મેઘાણી પણ કહેવાય છે તથા ઉત્તર ગુજરાત રત્ન પણ કહેવાય છે.તેઓએ ઉત્તર ગુજરાત લોકસાહિત્ય ને ગૌરવવંતુ નામ અપાવવા માટે લોકસાહિત્ય ના શ્રેત્રે ખુબ જ મોટું યોગદાન આપ્યું છે.
તેઓના પુસ્તકો ઘણા છે તેમાંથી થોડા ઘણા પુસ્તકોની યાદી
૧ રૂપેણ કાંઠાની લોકકથાઓ
૨ રંગ છે ગઢવા
૩ રૂપેણની રસધાર
૪ કુંવારા જીવતર ના બલિદાન
૫ કુરબાનીના કફન
૬ પાણા ઝાઝા ને પીર થોડા
૭ એવા સતિયા કોક
૮ મડદાં ઝાઝા ને મીર થોડા
૯ સાગ સીસમના ઢોલીયા
૧૦ ધડ ધિગાણે માથા મસાણે