થાકી ગઈ છું...પણ હારી નહીં....
હા...હા...
હું થાકી ગઈ છું પણ...
પણ...
હારી નહીં...
હાથે થી સોનાનો કોળીયો ખવરાવે...
ને મુખે થી કડવા વેણ પાએ...
થાકી ગઈ છું હવે... થાકી...
શાંતિ જળવાય તે માટે ના મારા મૌનને...
પણ એક યુદ્ધ કહી દેવાતું...
થાકી ગઈ છું હવે... થાકી...
આંસુઓને ન સમજ્યા ન લૂછયાં કો'દિ...
પણ કારણ જરૂર બનતા ગયા...
થાકી ગઈ છું હવે... થાકી...
લોકના સ્વભાવ મુજબ વર્તતા વર્તતા...
હું ખોઈ બેસી ખુદનો જ સ્વભાવ...
થાકી ગઈ છું હવે... થાકી...
લોક સામે દેખેતી આઝાદી...
ને રખાતી નજરકેદ કહી સલામતી...
થાકી ગઈ છું હવે... થાકી...
લોક સામે હાથેથી જતાવતા પ્રેમ...
ને પછી આંખેથી વરસાવતા ધિક્કાર...
થાકી ગઈ છું હવે... થાકી...
લોક સામે જૂઠ તો એટલા વિશ્વાસથી બોલે કે...
મારુ સત્ય પણ બિચારું ભોંઠું પડી જતું...
થાકી ગઈ છું હવે... થાકી...
જીવવું આમ તો સહેલું જ હતું પણ..
હવે તું મારી જાય તોય કોઈ શોક નહીં....
એમના એ કહ્યા પછી.... તો
જીવવું એ જાણે અઘરું બનતું ગયું...
ને મોત સહેલું લાગવા લાગ્યું...
પણ હા...
હું થાકી ગઈ છું... થાકી...
માત્ર થોડી થાકી...પણ...
હજીયે હારી નથી... હારી નથી...
#સ્મરણ ...