ઘણા લોકોને કૃષ્ણ સમજાતા નથી, કારણ કે તેઓ નિરાશાવાદી અને પરિસ્થિતિ થી હારીને ભાગી ગયેલ છે.
માણસ ને જીવન જીવવાની પ્રેરણા કૃષ્ણનું તત્વજ્ઞાન આપે છે.... ભક્તિ, આધ્યાત્મ, રાજકારણ , ન્યાય નીતિ આ બધું ફરીથી ઉભું કરવા માટે આજીવન કૃષ્ણ એ પ્રયત્ન કર્યો....તેઓ સામાન્ય માણસની સાથે ઉભા રહ્યા અને સત્તાવાન સામે લડ્યા...
આનંદદાયક ગોપાલ કૃષ્ણ:
કૃષ્ણ એટલે આનંદ. અનુકૂળ અને પ્રતિકૂળ વાતાવરણમાં આનંદમાં રહેવું અને બીજાના આનંદમાં સમભાગી થવું. કૃષ્ણ લોકહ્રદય સમ્રાટ હતા કારણ કે તેઓ બીજાના આનંદમાં સહભાગી થયા.
તેઓ પરિસ્થિતિ ગમે તે હોય પણ આનંદમાં રહેતા. આપણે કૃષ્ણને કદી નિરાશ કે હતાશ જોયા કે સાંભળ્યા નથી.
ગોપાલ કૃષ્ણ કદી રડતા બેઠેલા ન હતા.કપાળે હાથ દઇ બેઠેલા કૃષ્ણની કલ્પના જ ન થઇ શકે.
આપણે પોતાને કૃષ્ણ ભક્ત માનીએ છીએ !! પણ ગોપાલ કૃષ્ણના ગુણોનું ચિંતન કરતા જ નથી.
રાત દિવસ રડતો ચહેરો લઇને બેઠેલો કૃષ્ણનો ઉપાસક હોઇ જ ન શકે.
દુખમાં પણ આનંદ પામવાની હિંમત જોઈએ તેવું કહેનાર એક જ ગ્રંથ છે 'ગીતા ' અને એક જ શક્તિ છે 'શ્રીકૃષ્ણ '.
સુખ અને દુખ તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાય તો જ માણસ સુખી, આનંદી બની શકે અને તે માટે બુધ્ધિ દ્વારા સતત સદ્વિચારોનું શ્રવણ, ચિંતન, મનન થવું જોઈએ.
માણસે સુખી, આનંદી થવું એ પોતાના હાથની વાત છે.
પાસ્કલ કહે છે 'you can not make a man happy. He must learn how to be happy.
'કૃષ્ણના જીવનમાં તે જોવા મળે છે.
કૃષ્ણ જન્મ્યા ત્યારે જેલમાં,માતાપિતા પણ જેલમાં હતા.
ખુદ પોતાનો જ પુત્ર એમનું માનતો ન હતો.તેના મગજમાં બેહોશી આવી હતી.છોકરાએ ન માન્યું છતાં તે શાંત રહ્યા.
શેષનાગ હજાર મોઢાથી ઝેર ઓકતો હતો તો પણ તે શાંતિથી સુતા હતા.
એવું એકપણ દુખ નથી કે જે કૃષ્ણના જીવનમાં આવ્યું ન હોય. તેમ,એકપણ સુખ એવું નથી કે જે એમના પગ પાસે ન હોય.છતાં કૃષ્ણ અચલ રહ્યા.
દુખથી પડે નહીં અને સુખથી હલે નહીં એવું સમવૃત્તિવાળું જીવન કેવળ સમજાવ્યું નહીં પણ કૃષ્ણે જીવી બતાવ્યું.
જીવનમાં આનંદ ત્યારે આવે જ્યારે જીવન રમત જેવું લાગે.
Krishna made play divine.
રમવું એ જીવનની આવશ્યકત વાત છે એમ શ્રીકૃષ્ણે નક્કી કર્યું અને તે સમજાવ્યું.
કૃષ્ણે નાનપણથી ગેડીદડા રમવાની શરૂઆત કરી ગોવાળીયાઓ સાથે આત્મિક થઇ સાહજિકતાથી તત્વજ્ઞાન પણ સમજાવ્યું કે જીવન પણ એક રમત છે. આ જીવનદ્ષ્ટી આપવા તે આવ્યા હતા.
સુખ અને દુખ રમત લાગતા હોય ત્યારે અધ્યાત્મ બરાબર છે એમ કહેવાય.