||મિચ્છામી દુક્કડમ||
શ્રી પર્યુષણ મહાપર્વનું હાર્દ – મિચ્છામી દુક્કડમ (ક્ષમાપના) |
ધ = ધરા. મ = મનુષ્ય. ધરતી પરના મનુષ્યને ઊર્ધ્વગમન કરાવે તે ધર્મ. ધર્મેણ હીના પશુભિઃ સમાના । સામાન્ય માનવી ઓછામાં ઓછા આઠ વર્ષમાં આઠ દિવસ પણ ધર્મની આરાધના કરે તે હેતુથી મહાપુરુષોએ શ્રી પર્યુષણ મહાપર્વનું આયોજન કર્યું છે. આ દિવસોમાં અર્થ અને કામરૃપી પુરુષાર્થને તિલાંજલિ આપી માત્ર ધર્મની આરાધના હોય છે. પરિ = ચારેબાજુથી ઉષ = વસવું. ચારેબાજુથી આત્માની સમીપ રહેવાનો પ્રયત્ન કરવાનું પર્વ એટલે પર્યુષણ. એક અભ્યાસમાં પર્યુષણ પર્વને ‘દશ લક્ષણ પર્વ’ તરીકે ઉજવવામાં આવે છે. ક્ષમા વિનય, સરળતા, સંતોષ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય વગેરે ગુણો આપણો (આત્માનો) સ્વભાવ છે. વર્તમાનમાં એથી વિપરીત ગુણો (વિભાવભાવો)ને કારણે આપણો સ્વભાવ ભાવ ઢંકાઈ ગયો છે. પર્યુષણ મહાપર્વમાં આત્મિક ગુણો પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. પર્યુષણ પર્વ દરમિયાન અમારી પ્રવર્તન, પરમાત્માની પૂજા-ભક્તિ, ચૈત્યવંદન, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન જેવાં કર્તવ્યો બજાવવાં આવશ્યક છે. આ પર્વ દરમિયાન આત્મવિશુદ્ધિ અર્થે સાધકો પોતપોતાની શક્તિ અનુસાર તપની આરાધના કરે છે. લોકોત્તર એવા પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહેવામાં આવ્યું છે તે યોગ્ય જ છે. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે ‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.’ આ મહાપર્વ દરમિયાન જીવનમાં સદ્ગુણોનો સરવાળો અને દુર્ગુણોની બાદબાકી કરવાનો ઉગ્ર પુરુષાર્થ કરવાનો છે.
શ્રાવણ સુદ બારસથી ભાદરવા સુદ ચોથ કુલ ૮ દિવસ ઉજવાતાં મહાપર્વનો અંતિમ દિન એટલે સંવત્સરી. (દિગંબર આમ્નાયમાં કુલ ૧૦ દિવસ આ પર્વ ઉજવાય છે.) સંવત્સરીના દિવસે વર્ષ દરમિયાન મન-વચન-કાયાથી કોઈપણ જીવને દુભવ્યા હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા માગવામાં આવે છે તથા ક્ષમા આપવામાં આવે છે. જૈન ભાઈ-બહેનો એકબીજાને મિચ્છામિ દુક્કડમ્ (મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ, મારા દુષ્કૃત્યોની માફી માગું છું) પાઠવે છે. જો કોઈ જીવ સાથે વેર બંધાયું હોય અને મોડામાં મોડું સંવત્સરીના દિવસે (એક આમ્નાય મુજબ છ મહિના) ક્ષમાયાચના કરવામાં ન આવે તો તે વેર અનંત સંસારનું કારણ બને છે.
ક્ષમાનો વિરોધી દુર્ગુણ ક્રોધ છે. ક્રોધોન્મૂલં અનર્થા અર્થાત્ ક્રોધ એ અનર્થોનું મૂળ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કામ, ક્રોધ તથા લોભને નરકના દ્વાર કહ્યાં છે. ક્રોધ એ કષ્ટોનો સાગર છે અને ભયંકર જ્વાળામુખી છે કે જે માનવીનું સત્ત્વ બાળી નાખે છે. ક્રોધરૃપી નશો સર્વ પ્રકારે અનર્થ કરે છે. જૈનધર્મમાં ક્રોધને કષાય અંતર્ગત ગણેલ છે. ક્રોધને કારણે માનવી વર્ષોથી જાળવી રાખેલા સંબંધોને ક્ષણવારમાં નષ્ટ કરી દે છે તો વર્ષોથી જાળવેલી પ્રતિષ્ઠા પર પાણી ફેરવી દે છે, પરિવારની શાંતિને હણી નાખે છે, આરોગ્યનો નાશ કરી અનેક રોગોનો ભોગ બને છે અને પોતાના શત્રુગણને વધારી દે છે. વાલ્મિકીએ રામાયણમાં કહ્યું છે કે ક્રોધ એ પ્રાણઘાતક શત્રુ છે, તે ઉપરથી મિત્ર જેવો પણ અંદરથી ભયંકર વૈરી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ક્રોધથી માનવીનું કેવી રીતે પતન થાય છે
પર્યુષણ પર્વ તે ક્ષમાનું પર્વ છે. તૂટેલા દિલ ક્ષમાપનાથી જ જોડાઈ શકે છે. ”ક્ષમા છે વીરોનું ભૂષણ, કરે છે કર્મોનું શોષણ, ઉજવીએ સાચા પર્યુષણ.”
ભગવાન મહાવીર, ભગવાન પાશ્વૅનાથ, ગજસુકુમાર, સુકોશલ મુનિ, ભગવાન રામ, પાંડવો તથા ઈશુ ખ્રિસ્ત ક્ષમાના ઉત્તમ દૃષ્ટાંતો છે. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, ”ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. તેમ નવું વૈર વધારીશ નહિ, કારણ વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્ત્વજ્ઞાાનીઓ કરે છે.”ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે.
ByJain kranti....
કોપી પેસ્ટ કરેલુુ છે.....