એના વગર બધુ ખાલીખમ લાગે છે..
પોતાનું અસ્તિત્વ પણ ભાર લાાગે છે..
ભાર તો આ જીવન નો છે . ..હવે સમજાય છે..
એટલે જ પાનખર માં આ ઉપવન નિરાશ લાગે છે..
ઓટ ના સમયે દરિયા ને ભરતી નો વિરહ લાગે છે..
એ આકાશ ને પણ એક રાત ની અમાશ અઘરી લાગે છે..
પતંગિયા પણ ડાળી ડાળી એ ફૂલ શોધે છેે..
એટલે જ માળી ને પણ એ ફૂલ ની ખોટ લાગેે છે..
માનવી ને પણ કેટલુ કરુુુણ લાગે છે..જયારે
સમય સાથે યાદો પણ સરી જતી લાગે છે..