# MERA KRISHNA
બાળપણમા કૃષ્ણ મારા મિત્ર.
થોડા મોટા થયા પછી પૂજા કરતા શીખી ત્યારે ભગવાન.
મારો લાલો પણ એ જ ,એ જ મારો કહાન.
રસોડામા પગ મૂક્યો અને માખણ બનાવતા શીખી ત્યારે માખણચોર.
યુવાનીમા સખા અને પ્રિયતમ. જાણે હું જ રાધા,મીરાં ને રુકમણી.
કળીયુગમા પણ પરોક્ષ રીતે સાથે રહેનાર રક્ષક.
સત્યની લડાઇમા પારકા પોતાનાનો ભેદ ભુલાવનાર.
જીવનમા મને ફળની ચીંતા છોડી કર્મ કરવાની પ્રેરણા આપનાર ગુરુ.
મારા બધાં જ કામ પૂરા કરનાર એ મારો નરસૈયો.
બંધ કે ખૂલી આંખોનું મારુ સપનુ મારો શામળીયો.
જેના ભરોસે ચાલી રહી આ જીવનની ગાડી,
એ મારા જીવનરથનો સાચો સારથી.
ટુંકમા મારુ અસ્તિત્વ મારા કૃષ્ણ.
ભારતી ભાયાણી.