Quotes by Bharti Bhayani in Bitesapp read free

Bharti Bhayani

Bharti Bhayani Matrubharti Verified

@bhartibhayani
(92)

તારી પાસે કયાં કમી હતી રંગોની
મારા જીવનમાં પણ થોડા રંગ ભરી દીધા હોત
તો તારું શું જવાનું હતું?

Happy Daughters Day.

આત્મહત્યા કરતા પહેલા કોઈ પણ સ્ત્રી,,જે મા હોય એને એક સવાલ પૂછી આવવો....કે કોઈ મા પોતાના સંતાન વગર જીવી શકે?
એક માને પૂછયુ,એનો જવાબ, આ મુજબ હતો,
" જો તમે જીવતી લાશને જીવન કહી શકો તો એ માને જીવિત કહી શકાય...અને કદાચ મા ન હોય તો પણ એની આત્માને પણ ફરી વખત મોત જેટલી વેદના થાય..."

અને પૂછનારે પોતાની મા ભણી કદમ ઉપાડયા...

Bharti.

Read More

 # MERA KRISHNA
     બાળપણમા કૃષ્ણ મારા મિત્ર.
થોડા મોટા થયા પછી પૂજા કરતા શીખી ત્યારે ભગવાન.
મારો લાલો પણ એ જ ,એ જ મારો કહાન.
રસોડામા પગ મૂક્યો અને માખણ બનાવતા શીખી ત્યારે માખણચોર.
યુવાનીમા સખા અને પ્રિયતમ. જાણે હું જ રાધા,મીરાં ને રુકમણી.
કળીયુગમા પણ પરોક્ષ રીતે સાથે રહેનાર રક્ષક.
સત્યની લડાઇમા પારકા પોતાનાનો ભેદ ભુલાવનાર.
જીવનમા મને ફળની ચીંતા છોડી કર્મ કરવાની પ્રેરણા આપનાર ગુરુ.
મારા બધાં જ કામ પૂરા કરનાર એ મારો નરસૈયો.
બંધ કે ખૂલી આંખોનું મારુ સપનુ મારો શામળીયો.
જેના ભરોસે ચાલી રહી આ જીવનની ગાડી,
એ મારા જીવનરથનો સાચો સારથી.
ટુંકમા મારુ અસ્તિત્વ મારા કૃષ્ણ.
           ભારતી ભાયાણી.

Read More

#GREATINDIANPLADGE
     પ્રતિજ્ઞા 

 હું પ્રતિજ્ઞા કરુ છું કે........બસ આ એક શબ્દનો અર્થ જ બધાને સમજાવવાની જરૂર છે.ભૂતકાળમા
 ઘણા લોકો થઇ ગયા જેમણે પોતાની પ્રતિજ્ઞા માટે રાજપાટ,પત્ની,સંતાન કે જાતને પણ હોમી દીધી.આજે જ્યારે મોટેરા પણ એ શબ્દનો અર્થ ભૂલી ગયા છે તો બાળકોને વારસામા શું આપવાના?બસ એક વખત પ્રતિજ્ઞાનો અર્થ સમજી ને નાની એવી પ્રતિજ્ઞા કરે અને તેને નિભાવે પછી દેશ માટેની પ્રતિજ્ઞા બોલે અને જો બધા ભારતીયો મનમા નક્કી કરી લે તો દેશમા ઘૂસી ગયેલા અનિષ્ટોમાથી દેશ આઝાદ થાય.
અઘરુ છે અશકય નથી.
   જય હિન્દ.
 ભારતી ભાયાણી 

Read More

#friendship story.
    મનની સાથે વાત કરી લે,બન પોતાનો મિત્ર.
    દોલત શોહરત નામ પૈસો,બધાથી પર મિત્ર.
    વાયુના પડ ઘણા,ઓક્સિજન છે  મિત્ર.
    શબ્દોની શું વાત કરુ? મૌન સમજે એ મિત્ર.
     સુખમાં સૌ સાથે રહે,દુુઃખમા આગળ મિત્ર.
      દુનિયા રહી ગઇ કોમવાદમા, નાત વગરના  મિત્ર.
      ભાઇ ભાઇના ભાગ પડે,એક રહે એ મિત્ર.
      વચન આપી સૌ તોડે,નિભાવી જાાય એ મિત્ર.
      શબરી,મીરાં,વિદુર સુદામા છે ઈશ્વરના મિત્ર.
      માનવને તો મૂક બાજુ,ભગવાન ઝંખે એ મિત્ર.

Read More