ક્યારેક રડવાનું મન થાય તો, મને કોલ કરજે,
તને હસાવીશ જ એવુ નથી, પણ તારી સાથે રડી શકીશ.
ક્યારેક ચૂપ બેસી રહેવાનુ મન થાય ત્યારે મને કોલ કરજે,
તને બોલાવીશ જ એવુ નથી, પણ તારી સાથે ચૂપ રહેવાનુ પ્રોમીસ.
ક્યારેક ભાગી છૂટવાનુ મન થાય ત્યારે મને કોલ કરજે,
તને રોકીશ જ એવુ નથી પણ તારી સાથે ભાગી છૂટવાનુ પ્રોમીસ.
પણ જો તુ ક્યારેક કોલ કરે ને હું ન ઉપાડુ તો તુ દોડીને આવજે, ત્યારે કદાચ મારે તારી જરૂર હોય
*દોસ્ત*