#GREATINDIANPLADGE
પ્રતિજ્ઞા
હું પ્રતિજ્ઞા કરુ છું કે........બસ આ એક શબ્દનો અર્થ જ બધાને સમજાવવાની જરૂર છે.ભૂતકાળમા
ઘણા લોકો થઇ ગયા જેમણે પોતાની પ્રતિજ્ઞા માટે રાજપાટ,પત્ની,સંતાન કે જાતને પણ હોમી દીધી.આજે જ્યારે મોટેરા પણ એ શબ્દનો અર્થ ભૂલી ગયા છે તો બાળકોને વારસામા શું આપવાના?બસ એક વખત પ્રતિજ્ઞાનો અર્થ સમજી ને નાની એવી પ્રતિજ્ઞા કરે અને તેને નિભાવે પછી દેશ માટેની પ્રતિજ્ઞા બોલે અને જો બધા ભારતીયો મનમા નક્કી કરી લે તો દેશમા ઘૂસી ગયેલા અનિષ્ટોમાથી દેશ આઝાદ થાય.
અઘરુ છે અશકય નથી.
જય હિન્દ.
ભારતી ભાયાણી