સાંજ ને સરવા નું કહી ને વહી ગયો !
એ સૂર્ય પણ સરવાળે સ્વાર્થી થઈ ગયો
વાદળે વરસી એને વટલાવીયો
છતાં'ય, થોડો ચાંદની માં રહી ગયો
ક્યારે ઊગે એ ને મારું કુક હું ?
એ વિચારે કુકડો આભ સામો થઈ ગયો!
સૂર્યમુખી ની કરો ના વાત તમે
એ ઘુમરી મારી ઘેલછા થી પડી ગયું !
એક બીજ ઊગવા ની વાટે રહી ગયું
ને કૂંપણ નો ખુણો એ ભીનો થઈ ગયો?
કોણ કેસે એલા તને દાદો હવે ?
તું છોકરાં થી કેવડો આઘો વઇ ગયો
અર્ધ્ય આલો તો સામે વરાળ દે !
એ લુછવા, હવે, હાથ ગાભો રહી ગયો
કાલ થી તું કિરણ લૈ ના આવતો
કે પ્રકાશ સાથ મારો ભી સાંધો થૈ ગયો
તને રાખડી બાંધી ને યમુના વહી ગઈ ?
ને મારે હાથે ગંગ નો ધાગો રહી ગયો
રોજ તું તો આવશે ને ? કુક થી !
ને મારું અસ્તીત્વ એક કાગો લઈ ગયો !
સાચવી ને રાખજે એ જીવ ને
કોઈ એમ ના કહે કે , સૂરજ માં ડાઘો થઈ ગયો
ઝલક