બધા ને આજ કાલ હિસાબ ચોખ્ખા રાખવા છે...ગણિત તો અહીંયા બધા નો પ્રિય વિષય છે... ભણતર ના ચડ્યું, ગણતર પણ ના ચડ્યું..પણ ગણતરીઓ ચડી ગઈ... સવાર થી સાંજ હિસાબ જ કરી જાણે... સબંધો માં પણ ગણતરી કરી નફો હોય તો રાખે...બાકી ખોટ જતી હોય તો આવજો..ટાટા..bye bye કરી દે...મતલબી દુનિયા જતી રહી સાહેબ હવે તો આ હિસાબી દુનીયા છે...અહીંયા જે ગણિત માં કાચા પડ્યા ને એને તો કોઈ પૂછવા વાળુ પણ નહીં મળે...આ ગણિત ના મહારથી ઓ ને મારે એટલું જ કેવું છે કે આ બધા ખોટા ઢોંગ બંધ કરો...સબંધો સાચવવા ના કોઈ કોર્સ ના હોય... અને આવડી જાય ને તો કોઈ ડિગ્રી પણ ના મળે... બહુ હિસાબ જ કરવા છે ને જાવ અમારી લાગણી ના હિસાબ કરી બતાવો...