હજીયે લીલીછમ સીમ બાકી ,
કેમ ન ખૂટે , ભરપેટ ખાધી..
બપોરવેળા વડલા તળે ત્યાં ,
વાગોળતા, ઝોકુંય ખાઈ લેતા ..
અસીમ સી શાંતિ હસી રહી હતી ,
નસે નસ માં સીમ ધસી રહી હતી ...
જ્યાં આંચળોમા મુખ નાંખ્યું વાછરડે ,
આખીયે સીમ નું હીર ત્યાં દડે ...
અલોપ થાશે હમણાં નિશામાં ,
ચાલ્યાં ધણો સૌ ઘરની દિશામાં ...