#FRIENDSHIPSTORY
ડેક પર ઊભી ઊભી નમિતા વિચારી રહી હતી- આ મારી જિંદગી મને કયાં લઈ આવી? અઠવાડિયા પહેલાં ઘડિયા લગ્ન-અજાણ્યા શહેરમાં; અજાણી વ્યક્તિ - હા પરિતોષ એના માટે અજાણ્યોજ હતો. પપ્પા ની તબિયત બગડતા હોસ્પિટલ લઇ ગયા-બધા હલી ગયા ગળા નું કેન્સર નીકળ્યું-છેલ્લા સ્ટેજ નું. ધર ના બધા આઘાત માં હતા અને પપ્પા એ જિદ પકડી નમિતા ના હાથ પીળાં કરી જ આખ મીચવી છે. ડૂબતી નાવ ને સહારો મળ્યો થોડાક મહિના પહેલા મામા એ બતાવેલા મુરતિયો પરિતોષ નો -- તાત્કાલિક& મીટીંગ ગોઠવાઈ - ધર જાણીતું હતું - માણસો સારા હતા. પણ - મમ્મી મારે નેવી ના ઓફિસર ને નથી પરણવું- નમિતાનું કઈ ના ચાલ્યુ. -- નમિતા ઉછળતા મોજાં જોતી રહી અને અચાનક પાછળથી પરિતોષે આવી ને એની આખ પર હાથ મૂકી એને ચમકાવી દીઘી. --- લાલ ગુલાબ નો મોટો બુકે- અને એની વચ્ચે સુંદર ગુલાબી ગુલાબ- ઘૂંટણ ભેર બેસી- પરિતોષ બોલ્યો- જીવન નાં આ સફરમાં મારી જીવન સંગિની- પ્રથમ મને તારો મિત્ર બનાવ- અને પછી પિયતમ આ ફૂલો પ્રેમ ની પહેલા દોસ્તી માટે- આજે ફેનડશીપ ડે છે. મને તારો મિત્ર બનાવીશ? -- દડ દડ આંસુ- વહે- સર સર નાવ- દોસ્તી થી શરૂઆત થઈ એમના સાહચયઁ ની.