#friendship story.
મનની સાથે વાત કરી લે,બન પોતાનો મિત્ર.
દોલત શોહરત નામ પૈસો,બધાથી પર મિત્ર.
વાયુના પડ ઘણા,ઓક્સિજન છે મિત્ર.
શબ્દોની શું વાત કરુ? મૌન સમજે એ મિત્ર.
સુખમાં સૌ સાથે રહે,દુુઃખમા આગળ મિત્ર.
દુનિયા રહી ગઇ કોમવાદમા, નાત વગરના મિત્ર.
ભાઇ ભાઇના ભાગ પડે,એક રહે એ મિત્ર.
વચન આપી સૌ તોડે,નિભાવી જાાય એ મિત્ર.
શબરી,મીરાં,વિદુર સુદામા છે ઈશ્વરના મિત્ર.
માનવને તો મૂક બાજુ,ભગવાન ઝંખે એ મિત્ર.