બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર
મિત્રતા એક પવિત્ર સંબંધ છે. આ એક માત્ર સંબંધ એવો છે જેની કોઈ એક્સપાઈરી ડેટ નથી આવતી. ખાસ વાત તો એ કે આ સંબંધને છૂટાછેડા નથી અપાતા.
મિત્રતા ફક્ત બે જીવંત વ્યક્તિ વચ્ચે હોય એવું નથી. પશુપંખી સાથે પણ ગાઢ મિત્રતા હોઇ શકે એ વાત કેશોદના હરસુરભાઈ ડોબરિયાએ સાબિત કરી બતાવી છે. તેમણે પોતાની અગાસી પર પક્ષીઓને ચણ આપવા એક અદભુત વ્યવસ્થા કરી છે. તેમને ત્યાં દરરોજ ત્રણ હજાર જેટલા પક્ષીઓ આવે છે. હરસુરભાઈ તેમની વગર રહી નથી શકતા અને પક્ષીઓ પણ તેમના વગર નથી રહી શકતા. અને ઇતિહાસમાં નજર કરીએ તો મહારાણા પ્રતાપ અને ચેતકની મિત્રતા જોઈ શકાય છે.