અણધાર્યું આવી ને મ્હેક્યું,
જઇ બેઠું પાંપણ ની પલકે.
શોધે અંતર ની ઉર્મિઓ,
ને ભીની લાગણીઓ છલકે.
ઉડવાને તો વિશાળ નભ છે,
ને તરવાને તો દરિયો આખો,
પણ એ જાણે સીમા એની,
સંકોરી ને બેઠું પાંખો.
નાં એ ઉડતું નાં એ તરતું
નાં અધૂરું પણ નાં પુરુ
એ તો બસ હતું એક,
શમણું......