ઈમારત કોઈ દેવાલયની બડી નથી ,
જ્યાં સુધી એમાં કંઈક શ્રદ્ધા પડી નથી ...
જો ચડે એક વાર તો ઉતરે નહીં કદી ,
એ ' ઈશ્ક 'રૂપી મદિરા,મને હજુ જડી નથી ...
ગામ આખું એક ક્ષણમાં તોડી નાંખે એ ,
પણ ,જાત ની સામે અહીં દુનિયા લડી નથી ...
આપની સાથે જ આ વ્યવહાર છે 'દોસ્ત' ,
બાકી જગતમાં કોઈની અમને પડી નથી ...