ગુરુપૂર્ણિમા કદાચ બહુ જ અહમ દિવસ છે જ્યાં આજે બહુ જ ગુરુ ને લગતા વાક્યો બોલાશે,લખાશે, મોકલાશે.... પરંતુ શું હકીકત માં ગુરુપૂર્ણિમા એટલે આજ બધું...!!!...મારા ખ્યાલ થી ગુરુપૂર્ણિમા એટલે એ દિવસ કે જ્યાં સાચા દિલ થી ખરા મનથી તમારી જિંદગી માં જે પણ સંજોગ પ્રમાણે જે માણસો આવ્યા ને ગયા ને તમને જિંદગી ની હકીકત સમજાવતા ગયા પછી ઉમર માં નાના હોય મોટા હોય કે સમવયસ્ક કોઈ પણ જ્યારે તમને ખરેખર એક માર્ગસુચક ને દિશાસુચક ની જરૂર હોય ને એ દરેક વ્યક્તિ જાણીતો કે અજાણ્યો..પોતાનો કે પારકો..ધનિક કે ગરીબ....પ્રખ્યાતી કે બદનામી કોઈ પણ પછી ભલે ને હોય...જેણે તમને ખરા સમયે સાચી મદદ કરી દિશા સુચવી ને એ સાચો ગુરુ....અને ખાલી પૂર્ણિમા ના દિવસે નહીં જિંદગીના દરેક ઉતાર ચડાવ રૂપી પન્ના ઓ માં એ ગુરુ ને સાક્ષાત સામે હાજર માં ના હોય તો પણ હમેંશા દિલ ઝુકાવીને નમન કરવું જોઈએ શિર નહીં જુકે તો ચાલશે....happy gurupurnima...
-Hina modha.