વિશું...!


          શિયાળાની સાંજનો સમય હતો.કડકડતી ઠંડીએ પોતાનું હિમ જેવું પોત પ્રકાશવા માંડ્યું હતું.લોકોની ભીડ ઓસરવા લાગી હતી.


          આવા વખતે શહેરની વચ્ચે જ  આવેલા બાગમાં એક યુવાન યુગલ એકમેકના આલિંગનમાં ઓળઘોળ બની બેઠું હતું.પ્રણયની પવિત્ર ચેષ્ટાઓની મજા માણ્યા બાદ યુવતીએ એ વાત છંછેડી,જે વાત એ પોતાના આશિકને કહેવા માટે જ અહી આવી હતી.ડૂબતા સૂરજ ભણી જોતા એ બોલી:'વિશું ,આવતા અઠવાડિયે મારા લગન છે!અત્યાર સુધીના આપણા પુણ્ય સંબંધને જીવંત રાખીને તું પણ લગન કરી લેજે!'


          'લગન'શબ્દ સાંભળીને વિશાલના હોશકોશ ઉડી જવા લાગ્યા.હાલ જ સુવર્ણ સમાં સજાવેલ શમણાઓને આગ લાગતી જોઈ.એની ભીનાશભરી આંખોમાં શુષ્કતા ઊભરી.એનું રોમ-રોમ અશ્કના દરિયા વહાવવા લાગ્યું.આવેશભેર એ અનિતાને બાઝી પડ્યો.


          બેહોશી જેવી હાલતથી કળ વળતા એ બોલ્યો:તારા વિના હું નહી જીવી શકું,અનું?


          'જીવવું પડશે વિશું,હું મરી ગઈ છું એમ સમજીને તારા દિલમાં મને જીવાડીને તારે જીવવું જ પડશે! મારી પાસે આનાથી બીજો કોઈ રસ્તો નથી.'


          'કેમ?અનું કેમ?આપણે તો સાથે જીવવાના અફર વાયદા કર્યા હતા એનું શું?'


          'વાયદા નિભાવશું તો મોતને ભેટશું!'


          'તારા વગર મારુ અસ્તિત્વ અશક્ય હશે,અનું!' જાણે પોતાનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય એમ વિશાલ રડી પડ્યો.પળવાર રહી ગળગળા સાદે બોલ્યો,'અનું.મારાથી વિખુટા થવાનો તારો સમય આવી ગયો છે, તો તારા વિનાની મારી દુનિયાને હતી ન હતી કરવાનો મારો સમય પણ હવે પાકી ગયો છે!જે દિવસે તારી ડોલી ઊઠશે એ જ દિવસની એ જ પળે એ જ સ્થળેથી મારી અર્થી ઊઠશે!'


          અનિતા આવી ગાંડીઘેલી વાતોથી ગભરાઈ ઊઠી.આંખેથી અશ્કના દરિયા ઊભરાવતી એ બોલી-'બકા વિશાલ!માત્ર ત્રણ જ વર્ષના આપણા પ્રયણસંબંમાંથી વિખુટા પડવાથી તું બેહાલ બનીને તું આવી કાયરતા ભરેલી વાતો ભલે કરતો હોય કિન્તું તારી અર્થી સજાવતા પહેલાં એકવાર તારા એ માવતરનો વિચાર કરી લેજે, જેઓ તને જન્મ આપીને છેલ્લા ત્રેવીસ વર્ષથી પ્રેમાળ બનીને તારા પર નિ:સ્વાર્થ પ્રેમની ધારાઓ વહાવી રહ્યા છે.વિશું,એકવાર એ માવતરના પ્રેમનો અને માવતરનો વિચાર કરી લેજે.તને મારો પ્રેમ વામણો લાગશે.


          માવતર સાંભરતા જ એ કાંપતા શરીરે ઘેર આવ્યો.અને કાયમને માટે જીવતર માવતરના ચરણે સમર્પિત કરી લીધું.ને લગન કરીને ઠરીઠામ થઈ ગયો.


                                                                        -અશ્ક રેશમિયા..

Gujarati Microfiction by Ashq Reshmmiya : 111024403
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now