એક વખત એક ખેડૂતનો ઘોડો બીમાર પડી ગયો. તેણે તેની સારવાર માટે ડોક્ટરને બોલાવ્યા...
ડોક્ટરે ઘોડાની બરાબર તપાસ કરી અને બોલ્યા...
'તમારા ઘોડાને ઘણી ગંભીર બીમારી છે. આપણે ત્રણ દિવસ દવા આપીને જોઈએ. જો ઠીક થઈ ગયો તો ઠીક, નહીં તો આપણે તેને મારી નાંખવો પડશે. કેમકે આ બીમારી બીજા પ્રાણીઓમાં પણ ફેલાઈ શકે છે.
...
...
...
આ વાત બાજુમાં ઊભેલો એક બકરો સાંભળી રહ્યો હતો.
બીજા દિવસે ડોક્ટર આવ્યા, તેણે ઘોડાને દવા આપી અને જતા રહ્યા.
તેમના ગયા પછી બકરો ઘોડાની પાસે આવ્યો અને બોલ્યો, 'ઊઠ દોસ્ત, હિંમત કર, નહીં તો આ તને મારી નાંખશે.'
...
...
...
બીજા દિવસે ડોક્ટર ફરી આવ્યા અને દવા આપી જતા રહ્યા. બકરો ફરી ઘોડા પાસે આવ્યો અને બોલ્યો, 'દોસ્ત તારે ઊઠવું જ પડશે, હિંમત કર નહીં તો તું માર્યો જઈશ, હું તારી મદદ કરું છું. ચાલ ઊઠ.'
...
...
...
ત્રીજા દિવસે જ્યારે ડોક્ટર આવ્યા તો ખેડૂતને કહ્યું, 'મને દુઃખ છે કે આપણે તેને મારી નાંખવો પડશે, કેમકે તેનામાં કોઈ સુધારો દેખાતો નથી.'
...
...
...
જ્યારે તેઓ ત્યાંથી ગયા તો બકરો ઘોડા પાસે ફરી આવ્યો અને બોલ્યો, 'જો દોસ્ત, તારા માટે હવે કરો કે મરોવાળી સ્થિતિ આવી ગઈ છે. જો તું આજે પણ નહીં ઊભો થાય તો કાલે તું મરી જઈશ. એટલે હિંમત કરો. યસ, ખૂબ સરસ. થોડી વધારે, તું કરી શકે છે. શાબાશ, હવે ભાગીને જો. ઝડપી, વધુ ઝડપી.'
એટલામાં ખેડૂત પાછો આવ્યો તો, તેણે જોયું કે તેનો ઘોડો ભાગી રહ્યો છે.
...
...
...
તે ખુશીથી ઝૂમી ઉઠ્યો અને... બધા ઘરવાળાને ભેગા કરી કહેવા લાગ્યો, 'ચમત્કાર થઈ ગયો, મારો ઘોડો સાજો થઈ ગયો. આપણે ઉજવણી કરવી જોઈએ, આજે બકરો કાપીને ઉજવણી કરીએ.
*બોધપાઠ : મેનેજમેન્ટ જાણતું જ નથી હોતું કે કયો એમ્પ્લોઈ કામ કરી રહ્યો છે...*
*જે કામ કરે છે તેનું જ કામ તમામ થઈ જાય છે...