૫૦ વર્ષની એક સ્ત્રીને હાર્ટ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
સ્ત્રીએ ભગવાનને પ્રાર્થના કરી અને બોલી, *‘ભગવાન, શું મારો અંત હવે નજીક આવી ગયો છે?’*
ભગવાને કહ્યું, *‘ના, હજી તારા આયુષ્યમાં ૩૦ વર્ષ બાકી છે.’*
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તરત જ એ સ્ત્રી બ્યૂટી પાર્લરમાં ગઈ અને વાળનો રંગ ચેન્જ કરાવ્યો, લિપસ્ટિક અને બીજો મેક અપ કરાવીને ઘર તરફ રવાના થઈ. ત્યાં રસ્તામાં ઓચિંતી એક ટ્રક ધસમસતી આવી અને એને ટક્કર મારી. સ્ત્રીનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું….
ઉપર ગયા પછી એણે ભગવાનને કહ્યું, ‘તમે તો કહેલું ને કે મારા આયુષ્યમાં હજી ૩૦ વર્ષ બાકી છે..???’
એ સાંભળીને ભગવાન બોલ્યા, *‘હાઈલા… હું તને ઓળખી જ ન શક્યો.’*
હમેશા યાદ રાખો
*'મેક અપ તો માપ નો જ કરો'*