વિશ્વાસ કરતા હોય એને સબંધ કહેવાય.
વિશ્વાસ તોડીએ તે સબંધ ના કહેવાય
અતૂટ વિશ્વાસ કરવો એને લાગણી કહેવાય
એ અતુટ વિશ્વાસ ને તોડવો સબંધ ના કહેવાય
બે વ્યક્તિ પ્રેમ થી વાતો કરતા હોય એને પ્રેમી જ ના સમજાય
નજર તમારી આંખ ની ખરાબ હોય એમાં સબંધ પર શક ના કરાઈ
જીત્યું છે જેણે દિલ તેમની પરીક્ષાઓ ના લેવાય
વીતી ગયેલું હોય તેને ભૂલી જવાય
તેમના લીધે સબંધ ને ના ભુલાય
પોતાનું ધાર્યું ના થાય
તો બીજા ના દિલ ના તોડાઈ
આંખ માંથી પડતું આંસુ દુનિયા જોવે છે
આ દિલ નો દર્દ કોણ જોવે છે
વિશ્વ્વાસ કરતું હોય તેને સબંધ કહેવાય
વિશ્વાસ તોડીએ તેને સબંધ ના કહેવાય
લેખક ધવલ રાવલ