માનવ મન પણ કેવું છે
ઝંખના નું અવરિત ઝરણું છે
માનવ મન પણ કેવું છે
આશા નિરાશાનુ કેન્દ્ર છે
માનવ મન પણ કેવું છે
ક્યારેક સરળ લાગણી નો પથ તો
ક્યારેક ગુચવાયેલી લાગણીઓ નું જાળું છે
માનવ મન પણ કેવું છે
ક્યારેક સતત પામ્યા છતાં કશા નો અભાવ
તો ક્યારેક કશું આપીને મેળવ્યા નો સંતોષ છે
માનવ મન પણ કેવું છે
ક્યારેક એક ક્ષણ માં જીવન જીવી લીધાનો આનંદ
તો ક્યારેક વષૉ નકામા વીતાવ્યા નો અફસોસ છે.
માનવ મન પણ કેવું છે
બહુ વિચિત્ર છે.....