કાળઝાળ ગરમીમાં મમ્મી આવે છે! ચહેરો પરસેવાથી રેબઝેબ થઈ ગયો છે! મમ્મી ને જોઈ ને દીકરી ને મમ્મી ની ચિંતા થાય છે, અને પોતાના મનમાં જ પોતાના અને મમ્મી ના નસીબ ને દોષ દે છે!
અને એ10 વર્ષની દીકરી કહે છે, 'મમ્મી તુ રેવા દે, શેઠ ને પૈસા હું આપી આવું છું'
મમ્મી ના પાડે છે તો પણ દીકરી માનતી નથી,
કંટાળી ને એની મમ્મી એને લાફો મારી દે છે, અને દીકરી રડતી રડતી જતી રહે છે. દીકરી ના ગયા પછી મમ્મી પોતે પણ ખૂબ રડે છે! પોતાના નસીબ પર!
એ લાફા નું કારણ ફક્ત મમ્મી જ જાણે છે. દીકરી ને ક્યાં ખબર છે કે એની મમ્મી એને આ દુનિયા ની હેવાનિયતથી બચાવે છે!!!!