Date: Jul 4, 2018
પ્રેમ
ઘણા બધા ને મોહી લેતો શબ્દ આ પ્રેમ
મારા માટે છે આ મિત્રતા
હું દારરોજ એક રટણ કરીઆ કરું છુ કે હું belive નથ કરતી પ્રેમ માં
પણ શું આ મારી સાથે બી જોડાયેલો છે???
-પ્રેમ એટલે હું તો એમ પણ કહું ક નાનપણથી કૃષ્ણ માટે ની મારી અંદરની એક અજીબ જ દીવાનગી એ પ્રેમ
-જયારે મને વાગતું કે ઉદાસ થતી બાળપણ માં ત્યારે મમ્મી ખોળા માં લઇ ને વહાલ કરતા કરતા સમજાવતી એ પણ એક પ્રકાર નો પ્રેમ જ થયો ને મારા માટે.
-ના હું આ નહિ ખાઉં ના મારે નહિ વાત કરવી આ બધી મારી હોશિયારી ને શાંત કરવા પોતાના જ મગજ માં કઈ ભલે ચાલી રહીયુ હોય પણ એ મસ્તી ના મૂડ માં મને મનાવે અને હસાવે આ પપ્પા નો પ્રેમ.
-મને આ નથી ગમતું ને મને ગુસ્સો આવે ,તો તું શું કામ ગુસ્સે થાય છે આપણે ફરક પડવો જ ના જોઈએ આ બી મિત્રતા માં મળેલો પ્રેમ.
-એક બહેન માં મળેલો પ્રેમ આ પ્રેમ જ છે ને.
-આ શાયરીઓ અને દીવાલ પર અને કોઈ હેરિટેજ પર ચિતારડા કરવા આ કયો પ્રેમ....
-મિત્રતા જ પ્રેમ છે મારી પરિભાષા માં તો કેમ કે પ્રેમ તો બધે જ છે એમાં કઈ પામવાની ,ઝૂંટવી લેવાની,હિંસા કરવાની નીતિ આ માં આવતી જ નથી...
-બસ ખાલી બધું જ આપી દો અને પ્રયત્નશીલ રો ના કે તમને જે ગમે છે એને પામવા ની ભાવના રાખો...
-પ્રેમ ને મિત્રા તરીકે જુઓ તો બધે જ છે અને ઝૂંટવા ની ભાવના રાખો તો આ અહંમ છે....
-યેશા