*ટૂંકી માઈક્રો કટાક્ષ વાર્તાઓ*
૧.
ગરમીએ શેઠજીને દવા લેવડાવી,
નોકર તો રોજ ડુંગળી ખાતો.
– પરીક્ષિત જોશી
૨.
કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.
“કાળીના એક્કા જેવા.”
– સંજય ગુંદલાવકર
૩.
મારી પાસે ઘર હતું,
આજે પૈસા છે...
– નિમેષ પંચાલ
૪.
બપોરનો તડકો
જીવનમાં લાગેલી લાય કરતાય,
આજ મીઠો લાગ્યો!
– તૃપ્તિ ત્રિવેદી
૫.
એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,
એ ૧૧ કુંવારીકાને જમાડશે.
- દક્ષા દવે
૬.
વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.
આંખો જ બોલી છે વાંક કોનો!
- દેવદત ઠાકર.
૭.
પત્ની પિયર ગઈ…
ટીફીનમાં મનપસંદ મળ્યું.
– દિવ્યેશ સોડવડીયા
૮.
વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.
પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું: 'મા ના ખોળે'
-પાર્મી દેસાઈ