સાવ અધ્ધરતાલ ન શોધો કે સદ્ધર કોણ છે?
ઝેરનો પ્યાલો લઈ પૂછો કે શંકર કોણ છે?
રૂબરૂ ખુદને મળીને મેં મને પૂછી લીધું,
હું અરીસા બહાર ઉભો છું તું અંદર કોણ છે?
હું નથી સેહજાદો, તું દાસી નથી ને તે છતાં,
આપણી વચ્ચે આ જલાલુદીન અકબર કોણ છે?
હું અને તું, મીણબત્તી, ફૂલ અને મારી ગઝલ,
બોલ પાંચે પાંચમાંથી સૌથી સુંદર કોણ છે?
અને આ ગગનચુંબી મિનારાઓ જોઈને,
કોઈ પૂછો તો ખરા કે પાયાનો પથ્થર કોણ છે?
- ખલીલ ધનતેજવી