"પ્રભુ મારું કાળજું કઠણ તું ન ધડજે,આંસુડા જોઈ જોઈ ઓછું ઓછું થાય એવું સુંવાળું તું ધડજે આંસુડા લોઈ લોઈ અમૃત સીચું,એવું અમીરસ તું મને ભરજે દુઃખના દળેલાઓનો થાઉં હું ચાકર,એવી ધારણ મારી તું કરજે નીચે પડેલાને નમીને ઉઠાવવું,એવું કૌવત મને તું ધડજે ભૂખથી ભૂજેલાઓને દેવા દાળ-રોટલો મારી કોઠીએ તું ઝાર ભરજે અંધ-અપંગની બનવાને લાકડી કાષ્ટ પ્રભુ મને તું ઘડજે બળતે બપોર રણવગડા વચ્ચે વડલો વિસામો તું મને ઘડજે" ("મોરપિરછ")