The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
??મારી નજરે ગાંધી ?? ?અડગ મન નો માણસ નીકળ્યો હતો દૃઢ વિશ્વાસ થી દેશ કાજે, સત્ય નું કવચ ને અહિંસા તણું બહ્માંસ્ત્ર નિરંતર રહેતું રક્ષા કાજે, ? ગુલામીનો અંધકાર બેશક બળવાન હતો, આંખોમાં એની આઝાદી નો દિવો સદા સબળ હતો, ?હદય ફૂલથી યે કોમળ ને ઇરાદા ચટ્ટાન સમા મજબૂત, દૂબળા શરીર નો વજ્ર સમો કઠણ એ પ્રાણ હતો, ?સત્ ના કાંટાળા પથ પર અટલ રહી ચાલનારો વિરલ એ જીવ હતો, પર ની પીડા જોઈ દ્વવી ઊઠે,ત્યાગ સમર્પણ,સેવા,ક્ષમાભાવનો અખૂટ એ પ્રવાહ હતા, ?સત્ય ના પૂજારી,અહિંસા ના પરમ આચરક, કરકસર ના હિમાયતી,વિચારોથી શુદ્ધ, દેશના એ મોભી હતા, ?અમાનુષી અત્યાચાર સામે બુલંદ એ પ્રતિકાર હતો,માનવ માંથી 'મોહન' ના પરચમ નો સાક્ષાત્કાર હતા, ?ગુલામીની બેડીઓ માથી મુકિત અપાવનાર,આઝાદ-એ - હિંદ ના સારથી એ મહાત્મા હતા, ?જન ગણ ના મન મા સદાય રાષ્ટ્રપિતા અંકિત રહેશે, મૃત્યુની કપરી ક્ષણે મુખ મા હે! રામ ના ઉદગાર હતા. ?શબ્દ સુમન અર્પણ છે એના પાવન ચરણોમાં,ભારતવર્ષ જેનું કુટુંબ ને એ વ્હાલસોયા સૌના 'બાપૂ' હતા. ??જયેશ વેકરીયા ??
☘?જાદુ જેવું લાગે ?☘ ?નીચે ફરતી હરી-ભરી ધરતીને ઊપર ખુલ્લુ આકાશ, જાદુ જેવું લાગે, ?કાળમિંઢ પથ્થરોથી ઘેરાયેલો અડગ પહાડને ફૂટે એમા કૂંપળ પાન, જાદુ જેવું લાગે, ?નીલા નભમા ચમકતો ઊજળો ચાંદલીયોને ટીમટીમ તારલીયા, જાદુ જેવું લાગે, ?વર્ષાની છાયામાં મેઘધનુષી આકાશનું સતરંગ હદય ને માટીની સોડમ, જાદુ જેવું લાગે, ?ધરતી ના ખોળે ઊછળતી એ સરીતા ને ઘેલું એ ઝરણું, જાદુ જેવું લાગે, ?મીઠી બોલીમા મસ્ત એ પંખીનો કલરવ ને વૃક્ષની ઝૂલતી એ ડાળ, જાદુ જેવું લાગે, ?ક્ષિતિજો ની રેખાઓ ચીરી ને ઉદિત થતો સોણો સૂરજને પીળી એની જાજમ, જાદુ જેવું લાગે, ?ખારો સમંદર ને મોજીલી માછલી, તરવરાટ એનો જાદુ જેવું લાગે, ?ખીલે એક કળી ને મુગ્ધ બને હવા નુ સર્વસ્વ સુગંધ એની જાદુ જેવું લાગે, ? વસે ઇશ્વર કણ-કણ મા ને છતાંય બહ્માંડ થી યે મોટો, સર્જન એનુ સમગ્ર જાદૂ જેવું લાગે. ?જયેશ વેકરીયા ?
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser