?☘ અમર પ્રેમ ☘?
? રાધા ને કૃષ્ણ હિંડોળે ઝૂલે,
દશ્ય જોઇ ઓલી કળી ખીલે,
?આંખો બોલે ને હદય સાંભળે,
નિર્મળ મન નો પ્રેમ એ પાંગરે,
?હળવા સ્મિત તણુ ગાલ નુ ખંજન
અલૌકિક એ ક્ષણ નું મૌન ગાયન,
?રેલાતા મધમસ્ત સૂર વાંસળીયે,
ગોપીઓ અધીર નીજ આંગણીયે,
?સરવર મધ્યે રચાતુ વમળ નું સૌંદર્ય,
હરીત પણૅ તણુ કમળ નું સામ્રાજ્ય,
?કૂહુ કૂહુ કોયલ નો મીઠો કલરવ,
કદંબ ની ઝૂમતી ડાળ નો એ વૈભવ,
?મનમોહક મુખ નટખટ એ શ્યામ નું,
કાનમય ધબકતું હદય એ રાધા નું,
?એક શ્વાસ બે શરીર, ઝૂલે હિંડોળે,
વ્હાલ નુ એ ઝરણું ભીતર થી ઊછળે,
?અમરપ્રેમ નું આ પ્રતિક હજુયે કાયમ છે,
કષ્ટ પડે રાધા ને, અને દ્રવી ઊઠતો કાન છે.
?જયેશ વેકરીયા ?