વૃક્ષ
એક વૃક્ષ નીચે છાંયો ખુબ મજાનો
વટેમાર્ગુ ઓ નો એ જ તો છે ખજાનો
ઊડતા ને ચહેકતા પક્ષીઓ નુ છે આ ઘર
આશરો આ સદાય બસાવી રાખજે ઈશ્વર
વૃક્ષ છે ડાળીઓ પુષ્પો ને ફળો થી ભરેલુ
જોતા લાગે છે કે આખુ જંગલ ત્યાં ઊભેલુ
જાતે તપે ને બીજા ને આપે છે શાતા
સંત ના કાયૅ જેવી છે તેની આ મહાનતા
પારકા ને પોતાના આવા ભેદ વગર જીવવાનુ
હે ઈશ..! આવતા જન્મે લખજે વૃક્ષ થવાનુ
જયેશ વેકરીયા