☘?જાદુ જેવું લાગે ?☘
?નીચે ફરતી હરી-ભરી ધરતીને ઊપર ખુલ્લુ આકાશ,
જાદુ જેવું લાગે,
?કાળમિંઢ પથ્થરોથી ઘેરાયેલો અડગ પહાડને ફૂટે એમા કૂંપળ પાન,
જાદુ જેવું લાગે,
?નીલા નભમા ચમકતો ઊજળો ચાંદલીયોને ટીમટીમ તારલીયા,
જાદુ જેવું લાગે,
?વર્ષાની છાયામાં મેઘધનુષી આકાશનું સતરંગ હદય ને માટીની સોડમ,
જાદુ જેવું લાગે,
?ધરતી ના ખોળે ઊછળતી એ સરીતા ને ઘેલું એ ઝરણું,
જાદુ જેવું લાગે,
?મીઠી બોલીમા મસ્ત એ પંખીનો કલરવ ને વૃક્ષની ઝૂલતી એ ડાળ,
જાદુ જેવું લાગે,
?ક્ષિતિજો ની રેખાઓ ચીરી ને ઉદિત થતો સોણો સૂરજને પીળી એની જાજમ,
જાદુ જેવું લાગે,
?ખારો સમંદર ને મોજીલી માછલી, તરવરાટ એનો જાદુ જેવું લાગે,
?ખીલે એક કળી ને મુગ્ધ બને હવા નુ સર્વસ્વ સુગંધ એની જાદુ જેવું લાગે,
? વસે ઇશ્વર કણ-કણ મા ને છતાંય બહ્માંડ થી યે મોટો, સર્જન એનુ સમગ્ર જાદૂ જેવું લાગે.
?જયેશ વેકરીયા ?