તુ અને હું
તારી આંખ નો મદમસ્ત જાદુ એટલી હદે ઘાતક છે કે આ હ્રદય ધબકવા ને બદલે થીજી ગયુ છે.
તારા આ લહેરાતા વીખાયેલા ઘાટા વાળ ની બેકાબૂ બની ગયેલી લટ માં અસ્થિર મારું આ મન થંભી ગયુ છે.
તારા આ સોળે શણગાર ની રૂપ સજજા માં ફૂલ ગુલાબી ચહેરા ની ખીલી ઉઠેલી આભા ના સોંદયૅ થી આકષૉઇ ને આ હદય ગાંડુતુર થયુ છે.
ગુલાબ ની પાંખડી ઓ જેવા હોંઠ ને ચાંદલીયા જેવા મુખ માંથી વહેતા શબ્દો ને તારી આ રસ ભરેલી વાતો થી મારૂં આ મન મંત્રમુગ્ધ થયુ છે.
તું જ મારૂ અસ્તિત્વ ને હું તારો પડછાયો,પા પા પગલી કરતુ આ જીવન તારા હર એક પળ ના સથવારે ઉંમર ના દાયકા વટાવી રહ્યુ છે.
જયેશ વેકરીયા