??મારી નજરે ગાંધી ??
?અડગ મન નો માણસ નીકળ્યો હતો દૃઢ વિશ્વાસ થી દેશ કાજે,
સત્ય નું કવચ ને અહિંસા તણું બહ્માંસ્ત્ર નિરંતર રહેતું રક્ષા કાજે,
? ગુલામીનો અંધકાર બેશક બળવાન હતો,
આંખોમાં એની આઝાદી નો દિવો સદા સબળ હતો,
?હદય ફૂલથી યે કોમળ ને ઇરાદા ચટ્ટાન સમા મજબૂત,
દૂબળા શરીર નો વજ્ર સમો કઠણ એ પ્રાણ હતો,
?સત્ ના કાંટાળા પથ પર અટલ રહી ચાલનારો વિરલ એ જીવ હતો,
પર ની પીડા જોઈ દ્વવી ઊઠે,ત્યાગ સમર્પણ,સેવા,ક્ષમાભાવનો અખૂટ એ પ્રવાહ હતા,
?સત્ય ના પૂજારી,અહિંસા ના પરમ આચરક, કરકસર ના હિમાયતી,વિચારોથી શુદ્ધ, દેશના એ મોભી હતા,
?અમાનુષી અત્યાચાર સામે બુલંદ એ પ્રતિકાર હતો,માનવ માંથી 'મોહન' ના પરચમ નો સાક્ષાત્કાર હતા,
?ગુલામીની બેડીઓ માથી મુકિત અપાવનાર,આઝાદ-એ - હિંદ ના સારથી એ મહાત્મા હતા,
?જન ગણ ના મન મા સદાય રાષ્ટ્રપિતા અંકિત રહેશે, મૃત્યુની કપરી ક્ષણે મુખ મા હે! રામ ના ઉદગાર હતા.
?શબ્દ સુમન અર્પણ છે એના પાવન ચરણોમાં,ભારતવર્ષ જેનું કુટુંબ ને એ વ્હાલસોયા સૌના 'બાપૂ' હતા.
??જયેશ વેકરીયા ??